આવીને રે વસો, એક આંખમાં પ્રભુ શ્યામ બનીને, બીજીમાં રામ બનીને
છે બંને નામો ને રૂપો તમારા, છો બંનેમાં તો તમે, એકના એક ભગવાન
નિહાળવું જગને બંને આંખોથી, વસાવીને એમાં તમને તો બંનેને
એક રૂપે સ્થાપી જગમાં તમે મર્યાદાને, બીજા રૂપે પ્રગટાવી કર્મની જ્યોતિને
પડશે કંડારવું જીવન જગમાં અમારે, સ્પષ્ટ બંનેની રેખાઓ તો આંકીને
છે બંને રસ્તા તો પ્રભુએ તો ચિંધ્યા, પડશે આંકવી રેખાઓ દિલથી સમજીને
યુગે યુગે પથપ્રદર્શક બનીને આવ્યા પ્રભુ, ગયા એ તો જગને માર્ગ ચીંધીને
યુગે યુગે પડશે દૃષ્ટિ બદલાવવી, પડશે કાઢવો માર્ગ, જીવનમાં દૃષ્ટિ બદલીને
જગમાં પહોંચશું ક્યાં જીવનમાં, જીવશું જીવન તો જો ખામીઓ તો ભરી ભરીને
ચીંધ્યા મારગ પ્રભુએ, આવીને જગમાં, બંનેએ તો નોખી નોખી રીતે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)