ટગર ટગર નીરખી રહ્યો છે શાને, મારા દિલના દર્દથી અજાણ્યો નથી તું
અરે ઓ દયાના દાતાર, મારા દિલના દર્દને તો, તારું દર્દ ગણી લેજે તું
પ્રેમના પાઠ શીખવા બેઠો છું તારી પાસે, પરમપ્રેમના પાઠ શીખવી દેજે તું
ચાહતો નથી અંતર આપણી વચ્ચે, હોય જો અંતર, દૂર એને કરી દેજે તું
સમજ ના સમજમાં ઝોલા ખાતો રહ્યો, સાચી સમજ મારામાં ભરી દેજે તું
હરેક ઇચ્છાઓ રહે તો સતાવતી, જીવનમાં લગામ તારી, એના ઉપર નાંખી દેજે તું
છે તું તો મંઝિલ મારી, મારી એ મંઝિલે તો મને, પહોંચવા દેજે તો તું
આંખોથી તો મોકલે પ્રેમના સંદેશા તો તું જ્યારે, મારી આંખોથી એને ઝીલવા દેજે તું
કૃપા, દયા ને પ્રેમનો સાગર તો છે તું, બે બુંદ એમાંથી એના, પીવરાવજે મને તું
બાંધ્યા છે સંબંધો જ્યાં સાથે તારી, મજબૂત ને મજબૂત એને બનવા દેજે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)