ખોવાયેલાને ખોળવા જતાં, એમાં ખોવાઈ ગયો
આવ્યું એમાં જે હાથમાં, આનંદિત થઈ ગયો
પડળો યાદોના તો હટાવતોને હટાવતો તો ગયો
આવ્યો એમાં એવા મુકામે, જેમાં તો અટકી ગયો
યાદોના મુકામે મુકામે, મુકામ એમાં તો બદલતો ગયો
મુખ પરના ભાવો એમાં તો બદલતો રહ્યો
સફર યાદોની તો રહી ચાલુ, વચ્ચે એમાં રોકાતો ગયો
અટક્યો એમાં કંઈક મુકામે, જેમાં તો ખોવાઈ ગયો
રહી સફર ચાલુને ચાલુ, દૃષ્ટિ એમાં બદલતો ગયો
કંઈક આવ્યા એવા મુકામો, ધારા આંસુની વ્હાવતો ગયો
પડળો હટતાને હટતા, ભૂતકાળ આંખ સામે રમી રહ્યો
વર્તમાનમાં રહેવા છતાં, ભૂતકાળમાં સફર કરી રહ્યો
યાદે યાદે યાદોના ભંડાર તો ખોલતોને ખોલતો ગયો
મળ્યાં એમાં કંઈક મોતી, ને કંઈક કડવા ઘૂંટડાઓ
સફર રહી એમાં તો ચાલુ, ના એમાં તો અટક્યો
હતો હૈયે સંતોષ, મારા અનુભવનો ખજાનો મળી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)