ઝરણાના મીઠા રણકારમાં, સાંભળું રણકાર તારો માત
દૃષ્ટિ એવી દેજે માડી, અણુ-અણુમાં નીરખું તુજને માત
સંધ્યાના રંગીન રંગોમાં, ઓઢણી દેખું તારી માત - દૃષ્ટિ...
સુગંધી મંદ સમીરમાં, તારો સ્પર્શ અનુભવું માત - દૃષ્ટિ...
પંખીના મીઠા કલરવમાં, સાંભળું તારું ગાન માત - દૃષ્ટિ...
સાગરની ઊછળતી ભરતીમાં, ધબકતું તારું હૈયું દેખું માત - દૃષ્ટિ...
તારલિયાના ટમકારમાં, નીરખું તારી જ્યોત અપાર માત - દૃષ્ટિ...
હસતું મુખ બાળકનું દેખી, તારું હસતું મુખ દેખું એમાં માત - દૃષ્ટિ...
સારા-નરસા પ્રસંગોમાં માડી, દેખું અદીઠ તારો હાથ - દૃષ્ટિ...
સકળ સૃષ્ટિમાં નીરખું તુજને, નીરખી હૈયું સદા હરખાય - દૃષ્ટિ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)