|
View Original |
|
જીવન તો છે બંધન અને મુક્તિનો તો અખતરો છે
ના એ તો ખતરા વિના ખાલી છે ના એ ખતરા વિના ખાલી છે
સમજીને કરશો એ અખતરો, મુક્તિ દેનારી એ તો બારી છે
નાસમજથી કરશો એ અખતરો, ના ખતરા વિના તો એ ખાલી છે
સામગ્રી અખતરાની છે ભરી ભરી, કરવો ઉપયોગ માનવને હાથ છે
દીધી છે સામગ્રી સહુને સરખી, પરિસ્થિતિ તો કર્મોને હાથ છે
કરી યત્નો ઉલટા, કર્યા બંધનો મજબૂત, પોતાને તો પોતાને હાથ છે
વિચલિત થઈ ચલિત બન્યા, ગણ્યું એ તો ભાગ્યને હાથ છે
રહ્યાં સતત કાર્યક્ષમ તો એમાં, ખોલ્યા એણે તો મુક્તિના દ્વાર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)