Hymn No. 7990 | Date: 01-May-1999
|
|
Text Size |
 |
 |
1999-05-01
1999-05-01
1999-05-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17977
અમથું અમથું તો કોઈ મળશે નહીં, મહેનત વિના તો પ્રારબ્ધ ખૂલશે નહીં
અમથું અમથું તો કોઈ મળશે નહીં, મહેનત વિના તો પ્રારબ્ધ ખૂલશે નહીં વાતુના વડાથી, પેટ તો કાંઈ ભરાશે નહીં, ભૂખ વિના તો કાંઈ ખવાશે નહીં ભાગ્યના સાથ વિના આગળ વધાશે નહીં, માથે હાથ દઈ બેસી રહેવાશે નહીં અસમાનતામાં સમાનતા જલદી દેખાશે નહીં, પ્રભુની ઇચ્છા વિના કાંઈ ચાલશે નહીં શક્તિ વિના કોઈ કામ તો થાશે નહીં, ઇચ્છા વિના તો શક્તિ પ્રાપ્ત થાશે નહીં નબળાઈઓ ત્યજ્યા વિના શક્તિ મળશે નહીં, પરિશ્રમ વિના નબળાઈઓ જાશે નહીં મન શાંત થયા વિના ધ્યાન લાગશે નહીં, ઇચ્છાઓ ત્યજ્યા વિના મન શાંત થાશે નહીં ભાવ વિના ભક્તિ તો થાશે નહીં, ભક્તિ વિના તો પ્રભુ નજદીક લાગશે નહીં પળેપળે કર્મ વિના રહેશે નહીં, કર્મ તો ફળ આપ્યા વિના તો રહેશે નહીં સાચી સમજણ જીવનમાં આવશે નહીં, મુસીબતમાંથી તો મારગ મળશે નહીં
https://www.youtube.com/watch?v=4pPqBK9fyIw
Satguru Shri Devendra Ghia (Kaka)
અમથું અમથું તો કોઈ મળશે નહીં, મહેનત વિના તો પ્રારબ્ધ ખૂલશે નહીં વાતુના વડાથી, પેટ તો કાંઈ ભરાશે નહીં, ભૂખ વિના તો કાંઈ ખવાશે નહીં ભાગ્યના સાથ વિના આગળ વધાશે નહીં, માથે હાથ દઈ બેસી રહેવાશે નહીં અસમાનતામાં સમાનતા જલદી દેખાશે નહીં, પ્રભુની ઇચ્છા વિના કાંઈ ચાલશે નહીં શક્તિ વિના કોઈ કામ તો થાશે નહીં, ઇચ્છા વિના તો શક્તિ પ્રાપ્ત થાશે નહીં નબળાઈઓ ત્યજ્યા વિના શક્તિ મળશે નહીં, પરિશ્રમ વિના નબળાઈઓ જાશે નહીં મન શાંત થયા વિના ધ્યાન લાગશે નહીં, ઇચ્છાઓ ત્યજ્યા વિના મન શાંત થાશે નહીં ભાવ વિના ભક્તિ તો થાશે નહીં, ભક્તિ વિના તો પ્રભુ નજદીક લાગશે નહીં પળેપળે કર્મ વિના રહેશે નહીં, કર્મ તો ફળ આપ્યા વિના તો રહેશે નહીં સાચી સમજણ જીવનમાં આવશે નહીં, મુસીબતમાંથી તો મારગ મળશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
amathum amathum to koi malashe nahim, mahenat veena to prarabdha khulashe nahi
vatuna vadathi, peth to kai bharashe nahim, bhukha veena to kai khavashe nahi
bhagyana saath veena aagal vadhashe nahim, maathe haath dai besi rahevashe nahi
asamanatamam samanata jaladi dekhashe nahim, prabhu ni ichchha veena kai chalashe nahi
shakti veena koi kaam to thashe nahim, ichchha veena to shakti prapta thashe nahi
nabalaio tyajya veena shakti malashe nahim, parishrama veena nabalaio jaashe nahi
mann shant thaay veena dhyaan lagashe nahim, ichchhao tyajya veena mann shant thashe nahi
bhaav veena bhakti to thashe nahim, bhakti veena to prabhu najadika lagashe nahi
palepale karma veena raheshe nahim, karma to phal apya veena to raheshe nahi
sachi samjan jivanamam aavashe nahim, musibatamanthi to maarg malashe nahi
|
|