માન-અપમાન પચતાં નથી જીવનમાં જ્યાં, દુઃખદર્દને તમાશા શાને બનાવી બેઠા
મૂડી નથી ત્યાગની હૈયામાં તો જ્યાં, પ્રેમને તમાશા શાને બનાવી બેઠા
નથી સેવા કરવાની તો કોઈ ભાવના, બની નેતા, સેવાને તમાશો શાને બનાવી બેઠા
જ્ઞાનના નામે છે મીંડુ, માંડી હાટડી જ્ઞાનની, જ્ઞાનને તમાશો શાને બનાવી બેઠા
અંકુર અસંતોષના નિર્મૂળ કર્યાં નથી, નિર્મળતાને તમાશો શાને બનાવી બેઠા
અપેક્ષાઓ હટાવી નથી હૈયામાંથી જીવનમાં, સંબંધોને તમાશો શાને બનાવી બેઠા
ક્રોધનો અગ્નિ રાખી જલતો હૈયામાં, દોસ્તીને તમાશો શાને બનાવી બેઠા
મનને કર્યું નથી સ્થિર જ્યાં જીવનમાં, ધ્યાનને તમાશો શાને બનાવી બેઠા
સહનશીલતા કેળવી ના જીવનમાં, દુઃખદર્દને તમાશો શાને બનાવી બેઠા
તમાશા ને તમાશા રહ્યા કરતા જીવનમાં, જીવનને તમાશો શાને બનાવી બેઠા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)