2000-04-14
2000-04-14
2000-04-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18019
છૂટી જ્યાં તનડા ને મનડાની માયા, જાશે છૂટી માયા રે સંસારની

નાથી ઇચ્છાઓ જેણે સંસારમાં, નાથી ઇચ્છાઓને એણે તો નાથની
વિચારો ને આવેગોને લીધા જેણે કાબૂમાં, ના જરૂર રહેશે એણે બીજી કાબૂની
હશે વહેતી અવિચલ પ્રેમની સરિતા જેના હૈયે, કરી શકશે લ્હાણ એ પ્રેમની
દુઃખદર્દ ભેદી શકશે ના હૈયા એના, બાંધી હશે લક્ષ્મણરેખા જેણે ભક્તિની
લોભલાલચના પડશે હાથ હેઠા, હશે બાંધી વાડ મજબૂત હૈયે વેરાગ્યની
માનવ માનવ સાથે હશે સબંધ એવા, હશે બાંધ્યા સાથે જેવા પ્રભુના
બાંધશો ના ગાંઠ હૈયામાં ભાવ અભાવની, બન્યું છે જ્યાં નિઃગ્રંથિ
મોજાં નથી કાંઈ સાગર, ઊછળે સાગરમાં કરજો સ્થિતિ હૈયાની એવી
છૂટી જ્યાં ગ્રંથિ મનની ને હૈયાની, ખોલી દેશે દ્વાર એ તો મુક્તિની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chūṭī jyāṁ tanaḍā nē manaḍānī māyā, jāśē chūṭī māyā rē saṁsāranī
nāthī icchāō jēṇē saṁsāramāṁ, nāthī icchāōnē ēṇē tō nāthanī
vicārō nē āvēgōnē līdhā jēṇē kābūmāṁ, nā jarūra rahēśē ēṇē bījī kābūnī
haśē vahētī avicala prēmanī saritā jēnā haiyē, karī śakaśē lhāṇa ē prēmanī
duḥkhadarda bhēdī śakaśē nā haiyā ēnā, bāṁdhī haśē lakṣmaṇarēkhā jēṇē bhaktinī
lōbhalālacanā paḍaśē hātha hēṭhā, haśē bāṁdhī vāḍa majabūta haiyē vērāgyanī
mānava mānava sāthē haśē sabaṁdha ēvā, haśē bāṁdhyā sāthē jēvā prabhunā
bāṁdhaśō nā gāṁṭha haiyāmāṁ bhāva abhāvanī, banyuṁ chē jyāṁ niḥgraṁthi
mōjāṁ nathī kāṁī sāgara, ūchalē sāgaramāṁ karajō sthiti haiyānī ēvī
chūṭī jyāṁ graṁthi mananī nē haiyānī, khōlī dēśē dvāra ē tō muktinī
|
|