Hymn No. 315 | Date: 08-Jan-1986
|
|
Text Size |
 |
 |
હૈયે ઉમંગ ભરી, સોળે શણગાર સજી, માડી આવ્યા અવનિ પર રમવાને રાસ
Haiye Umang Bhari, Sole Shangar Saji, Madi Avya Avni Par Ramvane Raas
મા, ભગવાન (Almighty Mother, God)
હૈયે ઉમંગ ભરી, સોળે શણગાર સજી, માડી આવ્યા અવનિ પર રમવાને રાસ આંખમા હર્ષ ભરી, હૈયે પ્રેમ ધરી, માડી આવ્યા અવનિ પર રમવાને રાસ ભક્તિને ભાવ મળી, બાળને માત મળી, માડી આવ્યા અવનિ પર રમવાને રાસ લીલા તો એવી કરી, કોઈને સમજાય નહીં, માડી આવ્યા અવનિ પર રમવાને રાસ રાસ તો તૂટે નહીં, થાક તો વરતાય નહીં, માડી આવ્યા અવનિ પર રમવાને રાસ દેવોને પણ ઇર્ષા થઈ, જોઈને આ ધન્ય ઘડી, માડી આવ્યા અવનિ પર રમવાને રાસ ધરતીના ઉરમાં ધબકારા ભરી, માનવ હૈયે ઉલ્લાસ ભરી, માડી આવ્યા અવનિ પર રમવાને રાસ સાન ભાન ભૂલી જઈ, હૈયે આનંદ ભરી, માડી આવ્યા અવનિ પર રમવાને રાસ નવલા રૂપ નવલા રહી, સહુમાં એવા ભળી જઈ, માડી આવ્યા અવનિ પર રમવાને રાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|