પરવા નથી રે અમને, તમે ક્યાં છો રે માત
હૈયામાંથી ના નીકળી શકશો, તમે મારા રે માત
સાદ પાડતા દોડી આવો છો, જ્યાં તમે રે માત
હર હાલમાં રહીએ ખુશ, છે કોશિશો તમારી રે માત
પાડવી નથી ચીસો દુઃખની, જાણો છો તમે આ માત
કરવી ખુશ કેમ તને, થાય કેમ ખુશ તું, છે એ ખુશી અમારી પાસ
ખીલવું છે પુષ્પ બની જગમાં, નથી જોઈતી બીજી વાત
થયું નથી મિલન આપણું, થાશે મિલન છે એ વિશ્વાસ
દૂભવવી નથી જીવનમાં તને, કરવી નથી એવી વાત
તારા વિના પડતું નથી ચેન, જાણી લેજે આ વાત
તારી યાદોની સમાધિમાં, છે ડૂબવું તો માત
કહે ના કહે, આવે છે તુજમાંથી તો આ વિચાર માત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)