કડીઓ ને કડીઓ ભેગી થાતી ગઈ, દ્વાર પ્રભુનાં એ ખોલતી ગઈ
હતો લાગતો રસ્તો જે મુશ્કેલ, સરળ એને એ બનાવતી ગઈ
હતા પથ જીવનના દુઃખ ભરેલા, વર્ષા સુખની એમાં વરસાવતી ગઈ
ના જાણું સાધન, હતી ના શ્રદ્ધા, બંને ઊભી એ કરાવતી ગઈ
વેરાન હતું હૈયું ભાવમાં, પ્રેમનો સાગર એને એ બનાવતી ગઈ
હતા હૈયામાં મૂંઝારા ને મૂંઝારા, દ્વાર સમજદારીનાં એ ખોલતી ગઈ
હસતા-ખેલતા વીતતા ગયા દિવસો, કડી સમજદારીની મળતી ગઈ
આંસુઓની હસ્તી હટી ગઈ, કડી સહનશીલતાની જ્યાં મળતી ગઈ
સંબંધોમાં સુવાસ ફેલાવી ગઈ, કડી નિઃસ્વાર્થની મળતી ગઈ
મનને ચિંતારહિત કરવાની કડી મળી ગઈ, કડી ધ્યાનની મળી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)