પ્રેમ એ તો હૈયાની ખુલ્લી જબાન છે, સમજનારા સંદેશા મેળવે છે
કરવા વ્યક્ત લીધા આધાર નયનોના, બન્યું એમાં એ મસ્તાન છે
થાય ઊભી ગેરસમજ એમાં, થઈ જાય સહુ એમાં તો હેરાન છે
ડૂબ્યા ઊંડા એમાં તો જે જે, ગણતરી દીવાનામાં એની થાય છે
જાય ભૂલી જગને એ એમાં, દિલની અનોખી એ તો દાસ્તાન છે
ચાહે નિત્ય પ્રવાહ વહે એનો, ના ભરતી-ઓટને તો એમાં સ્થાન છે
અંગેઅંગ ને દિલ એમાં તરબોળ છે, અજબ એની તો દાસ્તાન છે
છે દુનિયા એની જુદી, દુનિયાની દૃષ્ટિ લાગે ભલે એ નાદાન છે
પ્રેમ એ જ એનું જીવન છે, પ્રેમમાં જ જીવનમાં પ્રેમનું તો સમાધાન છે
લાગે ભલે એ જવાનીની જબાન, પ્રેમને હરપળ જીવનની સમાન છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)