તાર્યા જગને, તાર્યા પાપીને, તારા નામ જેવું પવિત્ર નામ બીજું કોને કહેવાય
શક્તિહીન શક્તિ પામે, તારા નામનું શરણું જીવનમાં તો જે લેતું જાય
મળી સાચી સંપત્તિ તારા નામની જે હૈયામાં, દુઃખી એ ક્યાંથી કહેવાય
ભર્યુ ભર્યુ છે હૈયું જેનું તારા નામથી, જીવનમાં દરિદ્ર ના એ તો કહેવાય
તારા નામનું ધન હોય જેની પાસે, એના જેવો સુખી બીજો ના કહેવાય
જીવન જીવે એવું, જેની પાસે અન્યના ગ્રહો પણ ગભરાઈ જાય
વગર માંગ્યે ઇચ્છા જેની બધી ફળે, એવું જીવન જીવ્યું લેખે લેખાય
એક મીઠી નજર પડતાં જેની, ભાગ્ય અનેકનાં જગમાં બદલાઈ જાય
વિચારવું નથી પડતું જીવનમાં જેણે, જોઈ જીવન એનું વિચારમાં પડી જાય
હસતા હસતા જગમાં એ તો જીવે, જગને હસતું ને હસતું રાખે સદાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)