માંડી નજર તારી ઉપર પ્રભુ, નજર તારી હટાવતી નહીં
બીજું કશું તમે કાંઈ કરતા નહીં, બીજું કશું કાંઈ કરતા નહીં
હૈયે જગાવી જ્યોત શ્રદ્ધાની, એને તો બુઝાવવા દેતા નહીં
સહુ સાથે મનમેળ સાધી લેજો, કોઈ સાથે વેર બાંધતા નહીં
વહાવજો વાણીમાંથી અમૃત સદા, ઝેર કદી કદી એમાંથી વરસાવતા નહીં
સાંભળજો સદા નામ પ્રભુનું, અન્યની બદબોઈ સાંભળશો નહીં
જોવું છે તો જોજો રૂપ પ્રભુનું, બીજા રૂપોમાં મોહિત થાશો નહીં
બોલવું છે તો બોલજો નામ પ્રભુનું, બીજા નામ પછળ દોડશો નહીં
સુવાસ લેજો પ્રભુના ગુણોની, બીજી સુવાસો પાછળ દોડશો નહીં
ભક્તિ નથી કાંઈ સુખની ગાદી, ત્યાગ વિના એ ટકશે નહીં
દર્દે દર્દની તુલના કરશો નહીં, કર્મો જાણ્યા વિના તુલના થાશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)