નયનોમાં તું છે, દિલમાં તું છે, અંગેઅંગમાં તો તું ને તું જ છે
આનંદ રેલાવે, અભિમાન ભુલાવે, તારા નામમાં એવો જાદુ છે
નામમાં મળે સંતોષ છે, ના હૈયામાં ખેવના બીજી ખીલે છે
તારા નામમાં આનંદનો સાગર છે, નામમાં પ્રેમનો સાગર છે
તારું નામ તો હોડી છે, એનાથી સંસાર સાગર તરવો છે
નામે જગાવ્યા ભાવો એવા દિલમાં, દુનિયા ભાવોની ઉભરાણી છે
ભાવે ભાવે પ્રીત જાગી, હૈયામાં પ્રીત તો એમાં બંધાણી છે
નામે નામે જયોત શ્રદ્ધાની જગાવી, સ્થિતિ હૈયાની બદલાણી છે
હસ્તી દુઃખની એમાં ભુલાણી, નામની પ્રેમની ધારા પીવરાવી છે
નામ છે ઓળખ જગમાં સહુની, નામે નામે ઓળખ પ્રભુની મેળવવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)