છીએ પ્રભુ અમે તારા માથે પડેલા સંતાન
ચાહે તું માફ કરજે, ચાહે તું શિક્ષા દેજે
લોભ લાલચ ખેંચે અમને, રોકી શક્યા નથી એના પ્રવાહને
ભર્યુ ભર્યુ રાખ્યુ અંતર માયામાં, આશરો લીધો અંહનો
ખુદ ને ખુદના સ્વાર્થમાંથી, આવ્યા ના એમાંથી બહાર
ફેરવી એ શંકાભરી દૃષ્ટિ સહુમાં, રાખ્યા ના તને એમાંથી બાકાત
ઇચ્છાઓના પૂર વહાવી, રહ્યા એમાં ને એમાં તણાતા
સુખ સમૃધ્ધિના સ્વપ્ના સેવી, અપનાવ્યા રસ્તા પાપના
માયાના પ્યાલા રહ્યા પીતા, ભક્તિભાવ તો એમાં ભૂલ્યા
ચાહીયે કરવા ખુદનું ધાર્યુ, રહ્યા એમાં ને એમાં અટવાતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)