આંખો જોઈને ચડે નશો જો દિલને, એમાં શું કરું
લાખ કોશિશે આવો ના જો ખ્વાબમાં, એમાં શું કરું
દિવસો દિલ જુએ જો તારા ને તારા, એમાં શું કરું
ઊછળતા સાગરને જોઈ, દિલ ઊછળે એમાં શું કરું
ઠંડકભરી ચાંદની દઈ ના શકે દિલને શીતળતાં, એમાં શું કરું
પ્રેમભર્યા વર્તનમાં જાઉં જો પીગળી, એમાં હું શું કરું
તારા મીઠા મીઠા વિચારો મને ખ્વાબ જગાડે, હું શું કરું
નજરની સામે નજર તારી આવે, તલ્લીનતા દિલમાં જાગે હું શું કરું
એક નજર ભી તમારી, દિલમાં હલચલ દે મચાવી હું શું કરું
ભાનમાં ભાન રહે ના મારુ, નજરમાં ભૂલું ભાન મારુ હું શું કરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)