પીડાઉં છું, પીડાઉં છું, હું મારી વૃત્તિઓની પીડાથી પીડાઉ છું
ના કોઈ એમાં બહાના ગોતું છું, જાણું છું વૃત્તિઓની પીડાથી પીડાઉં છું
વૃત્તિ બીજાની ચડે નજરમાં મારી, વૃત્તિઓ ગુપ્ત રાખવા કોશિશો કરું છું
જાણ્યે અજાણ્યે, મારી વૃત્તિઓની પીડાને સહન કરતો જાઉં છું
ગમી નથી ટીકા મારી વૃત્તિઓ ઉપર, અન્યની વૃત્તિઓ પર ટીકા કરતો જાઉં છું
સાચું કે જૂઠું, કાંઈ ના જાણું એમાં, આવી કે જાગી ક્યાંથી, ઉત્તર ના મેળવી શકું છું
કરું આંખ લાલ કોની સામે, સહુને સહુમાં મારી વૃત્તિઓ ઊછળતી જોઉં છું
કરી બાકી કોશિશો એને સમજવા, ના મારી સમજમાં એ લાવી શકું છું
બની ગયું છે એ એક અંગ એવું, ના છેદન એનું કરી શકું છું
અમારી બધી વૃત્તિઓને, રમત પ્રભુની સમજી, એના ચરણે ધરતો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)