મનને કરી દેશો જો તીરથ તમારુ, પડશે નહીં જ્યાં ત્યાં ફરવું
હૃદયમાં બેસાડી દેશો જો પ્રભુને તમારા, ખાલી ના રહેશે તમારુ હૈયું
વસાવી દીધા જ્યાં દૃષ્ટિમાં તમારા પ્રભુને, દૃષ્ટિ જોશે ના ખોટું
વાણી ઉપર વસાવશો જ્યાં પ્રભુને, વાણી બોલશે મીઠું મીઠું
હૃદયમાં વસાવી દીધા પ્રભુને, શું લેવું શું દેવું કરશે એ સાચું
વેરશો હાસ્ય મીઠું જો પ્રભુ સામે, ભરી દેશે સુખથી જીવન તમારુ
પ્રભુના વિરહમાં આંખડી પાડશે આંસુ, એ બિંદુ હચમચાવી દેશે પ્રભુનું હૈયું
ગુમાવશો પ્રભુનામમાં ભાન તમારુ, હાથમાં ના રહેશે ભાન પ્રભુનું
ગણશે ને જાણશે પ્રભુના હૈયાને સાચું, જીવનમાં સાંભળશે બધું સાચું
પ્રભુ કાજે નાચશે મનડુંને દિલડું તારું, હૈયું પ્રભુનું નાચ્યા વિના નથી રહેવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)