ભૂલી ને ભૂલી જાજે જીવનમાં, અસ્તિત્વ જીવનનું તો તારું
બનવું છે મુક્તિપંથનો યાત્રી, અસ્તિત્વ વિનાનું શોધ અસ્તિત્વ તારું
વ્યાપક્તાના વ્યાપકમાં પડશે એમાં જીવનમાં તારે પ્રવેશવું
પડશે તોડવા બધા બંધનો તારે, શોધ બંધન વિનાનું અસ્તિત્વ તારું
બનાવી દેજે જીવનમાં હૈયું તો તારું, દેજે બનાવી એને પ્રભુનું
કાળ પડશે હાથ હેઠા, ત્યાં કાળની ઉપર તો છે અસ્તિત્વ તારું
ધર્મ અધર્મના છોડજે બંધન, શોધજે અસ્તિત્વ તારું બંધન વિનાનું
જાજે ભૂલી જીવનમાં દિલને તારું, બનાવી દેજે દિલને પ્રભુનું
સુખદુઃખ ના સ્પર્શી શકશે તને, છે અસ્તિત્વ એવું તો તારું
વિશાળતાથી વિશાળ, સુક્ષ્મથી પણ સૂક્ષ્મ, છે અસ્તિત્વ તો તારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)