જમાવી દેજો સ્થાન હૈયામાં ને નજરમાં તો એવું હટે ના ત્યાંથી જરાય
સારાને માઠા અવસરોમાં રહેજો સાથમા, રહેજો સાથમાં એમાં સદાય
જીરવાય ના દુઃખદર્દ ર્દદે દિલમાં, દેજો સાથ શાંતિથી જીરવાય
માન અપમાનના પડે પીવા કટોરા જીવનમાં, ના એમાં હાલી જવાય
બનાવે બનાવો રહે બનતા જીવનમાં, ના વિચલિત એમાં થવાય
કદી તાણે દિલને, કદી ડુબાડે સુખમાં, જીવન આમને આમ ચાલતું જાય
થાય ને થાય જીવનમાં આમ બધું થાય, તારા સાથ વિના ના જીરવાય
જમાવીશ સ્થાન જ્યાં તું એવું, જીવન સરળતાથી ચાલ્યું જાય
દેજે સાથ જીવનમાં તો એવા શ્વાસે શ્વાસમાં તું સમાઈ જાય
હરેક વાતમાં રહેજે તો સાથમાં, પળે પળે દર્શન તારા તો થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)