છોડી ના રીતો ખોટી જીવનમાં જ્યાં, હાથ ભાગ્યના ત્યાં એમાં તૂટયા
પુરુષાર્થને પૂરી દીધો તાળાબંધમાં જ્યાં, હાથ ભાગ્યના ત્યાં એમાં તૂટયા
સમજદારીને કાબિલ ના બનાવી જ્યાં, હાથ ભાગ્યના ત્યાં એમાં તૂટયા
હૈયામાંથી ખોટી ઇચ્છાઓને ના નાથી જ્યાં, હાથ ભાગ્યના ત્યાં એમાં તૂટયા
સાચું જોવાની સમજશક્તિ ગુમાવી જ્યાં, હાથ ભાગ્યના ત્યાં એમાં તૂટયા
જીવનભર રડયા કર્યાં રોદણાં તો જ્યાં, હાથ ભાગ્યના ત્યાં એમાં તૂટયા
દુઃખદર્દમાંથી છૂટવાની વૃત્તિ મરી જ્યાં, હાથ ભાગ્યના ત્યાં એમાં તૂટયા
હરેક વાતમાં બન્યું હૈયું સંવેદનશીલ જ્યાં, હાથ ભાગ્યના ત્યાં એમાં તૂટયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)