ચાલ્યો વરઘોડો સાગરની ઊર્મિઓનો, સાગરને ભેટવા
લીધા એણે ચંદ્રકિરણોના ઘોડલા, સાથમાં કિનારાને ભેટવા
આવ્યાં ચંદ્રકિરણો ને તારલિયા, એના તો આ વરઘોડામાં
હતો કિનારો સ્થિર, મળવા આતુર, છોડી ના શક્યો અડગતા
હતી કિનારાની મજબૂરી, સાગરના ધ્યાનમાં મોકલ્યાં મોજાંઓને ભેટવા
રોજ દૃષ્ટિનાં તારામૈત્રક રચાતાં, ઊછળ્યાં મોજાં સાગરના હૈયામાં
ટમટમતા તારલિયા રહ્યા આ જોતા, ધન્યતા હૈયે અનુભવતા
અનાદિકાળથી રમત આ ચાલી રહી, બંને સંયમ જાળવતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)