ખામોશી એટલી સારી નહીં, કમજોરી એ ગણાય
સત્ય એટલું સારું નહીં, નિર્દોષોના જાન જાય
પ્રેમનું બંધન હોય વ્હાલું, જોજો બંધાતા ના જવાય
રસ્તા હોય ખુલ્લા, ખુદના હાથે બંધ કરતા ના જવાય
લેવું તો છે જગમાં સહુએ, દેનાર તો દાનવીર કહેવાય
ખારા જળની માછલી, મીઠા જળમાં તરશે મરી જાય
દુઃખનો દાવાનળ પ્રગટે, કર્મો વીંઝણો નાખતો જાય
સૂર ને તાલની સરિતા વહે, દિલ દુઃખ એમાં ભૂલી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)