અનેક જન્મોનાં કર્યાં કર્મો તો ભેગાં, બાંધી પોટલું આવ્યા રે જગમાં
ખોલ્યાં જ્યાં પોટલાં જીવનમાં, મળ્યા કંઈક અણસાર હતા એ કેવા
ઇચ્છાઓનો છે સંગ્રહ મોટો, એક જનમમાં પૂરો થવાનો નથી
વિવિધ ઇચ્છાઓએ વિવિધ જન્મો લેવરાવ્યા, હજી એ અટક્યા નથી
મુક્તિની ઇચ્છા અટવાઈ ગઈ એમાં, એમાંથી હજી એ છૂટી નથી
થાય પૂરી જ્યાં થોડી, બીજી ઊભી થયા વિના રહેવાની નથી
છે અદ્ભુત ગૂંથણી ઇચ્છાઓની, એક છૂટે બીજી બાંધ્યા વિના રહેવાની નથી
કોણ છોડાવશે કોને ઇચ્છાઓથી, ઇચ્છા વિનાનો માનવી નથી
જનમથી નાચ્યા, રહ્યા નાચતા ઇચ્છાઓમાં, નાચ પૂરો એ થાતો નથી
મુક્તિની ઇચ્છા કરનારને પણ ઇચ્છા બાંધ્યા વિના રહી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)