દીધાંના ભલે દિલને દર્શન, ખ્વાબ તમારાં એ જ આવે છે
ચુપકીદીથી પેઠા એવાં દિલમાં, ખ્વાબ રોજેરોજ આવે છે
છે પ્રેમની શરારત કે જાદુ તમારા, ના એ તો સમજાય છે
કદી હકીકત બની આવો છો સામે તોય ખ્વાબ એ લાગે છે
પળ વીતે ના તમારા વિચારો વિના, ખ્વાબ વિના ના દિન વીતે છે
આવો ના આવો તમે, રમત આ તો બહુ મીઠી લાગે છે
આવો છો જ્યાં ખ્વાબમાં, અજવાળું એમાં પથરાવે છે
કરું એકરાર પાસે ક્યાંથી તમારી, હકીકત ના જુદી લાગે છે
આવી સામે લૂંટી ના લેજો ખ્વાબની દુનિયા, મિલકત એ મારી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)