મનને કાબૂમાં રાખતાં શીખો, દિલને કાબૂમાં રાખતાં શીખો
તમારાં દિલની દુનિયા, તમારા હાથમાં આવી જાશે
તોફાનોમાં સ્થિર રહેતાં શીખો, કારણ એનાં ના બીજામાં ગોતતાં શીખો
જીવવું છે જેવું જીવન જીવતાં શીખો, વિશ્વાસે યત્નો કરતાં શીખો
દેખાશે નજરને ઘણું ઘણું, પડશે લેવી મહેનત તો ઘણી ઘણી
સાચું શું ને ખોટું શું, દિલને એ સમજાવતાં શીખો
બોલજો થોડું પણ સાચું, જે સમજ્યા નથી એ સમજતાં શીખો
ચાલવું પડશે કરવું પડશે જીવનમાં, કર્મોની રાહ જોઈને ના બેસો
જીવનને જીવનમાં પુરુષાર્થ વિના ના ખાલી તો રાખો
હસશે કે ના જોશે ભલે તમારી તરફ દુનિયા છે એની સાથે શું લેવા-દેવા
દિલ સાથ દે તમને તમારાં કાર્યમાં એ તો જોજો
રાત પછી દિન આવે, પાપ પછી પુણ્ય, ના આ તમે ભૂલજો
છે દિલ તમારું પુષ્પ પ્રભુનું, સમજીને જતન એનું કરજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)