દર્દ વિનાનું દિલ ગોતવા નીકળ્યો, મળ્યું નીકળ્યું મડદું
ખુલ્લી આંખે ના જોતું, ના દર્દ અનુભવતું, હતું એ મડદું
ના લાગણીના રણકાર, ના મુખ પર ભાવ, હતું એ મડદું
ના પ્રેમનું પ્રદર્શન, ના ભાવમાં ધબકતું હતું એ મડદું
ના ભાવો વ્યક્ત કરતું, ના ભાવો ઝીલતું, હતું એ મડદું
ના હાસ્ય ઝીલતું, ના રુદને રડતું, એ તો હતું એ મડદું
ના સલામી ઝીલતું, ના સલામી દેતું, એ તો હતું એ મડદું
ના વાતો કરતું, ના સાંભળતું ના ધડકને ધડકન હતું એ મડદું
રહ્યું હતું એ દૂર ને દૂર જોતું, કંઈક રહ્યું હતું ગોતતું, હતું એ મડદું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)