કોઈ હસતા જાશે, કોઈ રડતા જાશે, એક દિવસ વિદાય સહુની થાશે
કોઈ ને કોઈએ દેવા વિદાય તો રહેવું પડશે
સંબંધેસંબંધો બંધાતા જાશે, કંઈક તૂટશે, કંઈક નવા બંધાશે
કોઈ ચીસો પાડશે, કોઈ બૂમો પાડશે, કોઈ શાંતિથી સહન કરશે
દુઃખની માત્રા ભલે એ જ હશે, દિલ એને વધારી ઘટાડી દેશે
કોણ ક્યારે નમી જાશે, સામનો કરશે ના એ કહી શકાશે
એક જ દૃશ્યને બધા નવી નવી રીતે વર્ણવતા તો રહેશે
કોઈ છૂટકારાનો હાશકારો લેશે, કોઈ છૂટવાના ડરથી ઘ્રુજી જાશે
કોઈ કરશે તૈયારી પરભવ કાજે, કોઈ સ્વાર્થમાં રચ્યા-પચ્યા રહેશે
નથી નવી આ યાત્રા કે વાત, તોય સદાય નવી ને નવી એ રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)