Hymn No. 380 | Date: 22-Feb-1986
|
|
Text Size |
 |
 |
કોણ રળે ને કોઈ ખાય, કોનું ભાગ્ય એ રળી જાય, એ તો કદી ના સમજાય અજાણ્યાની જ્યાં મુલાકાત થાય, એ તો આપણા થઈ જાય, એ તો કદી ના સમજાય સાથે રહેલા, કે સાથે વસેલા, ક્યારે અજાણ્યા બની જાય, એ તો કદી ના સમજાય પાપથી ભરેલા હૈયાનું પણ, ક્યારે પરિવર્તન થાય, એ તો કદી ના સમજાય પુણ્યશાળીના મનમાં પણ, ક્યારે પાપ ભરાય જાય, એ તો કદી ના સમજાય મૃત્યુ પાસે પહોંચેલા પણ ક્યારે મોતથી ઊગરી જાય, એ તો કદી ના સમજાય શાંત દેખાતાં હૈયામાં પણ, ક્યારે ક્રોધ ઊભરાઈ જાય, એ તો કદી ના સમજાય મનમાં કરેલા નિર્ણયો, ક્યારે એ તો તૂટી જાય, એ તો કદી ના સમજાય `મા' નો ખેલ છે બહુ અટપટો, ક્યારે શું ને ક્યારે શું થાય, એ તો કદી ના સમજાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|