સમય ફરે ને બધું ફરે, દિવસ ઊગે ને રાત પડે, રાતની સવાર પડે
સમયની ચંચળતા ના સ્થિર રહેલ છે, બધું ફેરવતું એ તો રહે
ગણો કે ગણો એની પ્રકૃતિ, એ તો ફરતું ને ફરતું રહે
સમય સાધ્યા વિના સમય ઝપાટામાં લીધા વિના ના રહે
બાંધતો રહે સમય સહુને જગમાં, સુખદુઃખની દોરી વડે
સમયનું કામ સમય કરતો રહે, ભલેને એ ફરતું ને ફરતું રહે
સમય સાધ્યો જેણે પામ્યા એ બધું જીવનમાં, ના કોઈ ફરિયાદ રહે
ના સાવધ થયા જે સમય વહેતા, ચોધાર આંસુ એ રડયા
સમય સાધી સમયથી મુક્ત જે જીવનમાં થયા, સમય પરે એ રહ્યા
સ્વીકારી સમયનાં બંધન જે બંધાયા, સમયનાં નિશાન એમના પર મળ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)