મનવા રે, વાત મારી જો માની હોત, દુઃખી થવાની વેળા ના લાવત
ભટકવું હતું જો તારે, મંદિરે દર્શને જાત, ના મદીરાની મહેફિલની વાટ પકડત
પુરુષાર્થની વાટ ના છોડત, નાહક જુગારની લતે ના ચડત
પ્રભુના પ્રેમનું બિંદુ જો પીત, જગ પ્રેમની ચાહના ના રહેત
કૂડકપટની ઘૂંસરી વહોરી જગમાં, જીવનને ભારે ના કરત
ઇચ્છાઓના દોડાવી ઘોડા, ના વાંઝણી એને રહેવા દેત
રહેત જીવનમાં શાંત બનીને, શાંતિ પામીને અન્યને શાંતિ આપત
જ્યાં ત્યાં દોડીદોડી મુસીબતો કરી ઊભી, જીવનમાં ના દુઃખી થાત
સાથ તારો જો સાચો મને દેત, પ્રભુ સામે તો દોડી દોડી આવત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)