તારા દ્વારનો પથ્થર બની, `મા' મને તું રહેવા દેજે
તારા ભક્તની ચરણરજ `મા', મુજ મસ્તકે ચડવા દેજે
સુગંધી ફૂલનો હાર બની `મા', તુજ હૈયે મુજને ઝૂલવા દેજે
જમનાની ઝારીનું જળ બની `મા', તુજ ચરણ મને ધોવા દેજે
તુજ પગનું પાયલ બની `મા', નિત્ય મને ઝણઝણવા દેજે
વીંજણાનો પંખો બની `મા', તને વીંજણો નાખવા દેજે
ધૂપસળી બનીને `મા', તુજ પાસે સદા જલવા દેજે
શ્રદ્ધાનો દીપ બનીને `મા', તુજ સન્મુખ સદા જલવા દેજે
સુગંધી ચંદન બનીને `મા', તુજ કપાળે લેપ કરવા દેજે
સકળ સૃષ્ટિમાં વાસ છે તારો, તુજને સર્વમાં જોવા દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)