આવી જાજે હર યાદમાં એવો, હર યાદમાં ભર્યાંભર્યાં હોય નર્તન તારાં
ડૂબીએ યાદોમાં અમે એવા, ભૂલીએ અસ્તિત્વ એમાં બીજાં બધાં
વીતતો જાય સમય, સરી જતી રેતની જેમ, આવી જાજે યાદ તું એવો
હું છું કોણ, તું છે કોણ, દેજે મિટાવી દિલમાંથી યાદો એની
ડૂબી જાઉં યાદોમાં એવો, શોધી ના શકું મુજને તો એમાં
છે સદા વિશ્વાસમાં અસ્તિત્વ તારું, છે ના કામ અસ્તિત્વનું મારું એમાં
તારી ને મારી વાત જાણીએ એકબીજા, જાણે ના જગમાં એને બીજા
તું અને હું હતા ના જુદા મિટાવી દે જુદાઈ, ના જાણે બન્યા કેમ જુદા
નથી પલકની કિંમત તારે, હરેક પલકની તો છે કિંમત મારે
હરેક પલક બની જાય ના પલક તારી, આવી જા એની યાદમાં દિલમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)