નવી કોઈ વાત નથી, નવી નવાઈની કોઈ વાત નથી
યુગોયુગોથી કરતા આવ્યા, બદલી એમાં હજી આવી નથી
સતાવતી હતી ઇચ્છાઓ અને અહં ભારે, આજ સતાવ્યા વિના રહ્યા નથી
વેડફતા હતા સમય તો ત્યારે, આજ વેડફ્યા વિના રહ્યા નથી
પ્રેમને પહોંચાડયો ના મંઝિલે ત્યારે, આજ મંઝિલે પહોંચાડયો નથી
હતું આકર્ષણ સંપત્તિ ને સત્તાનું ત્યારે, આજ ઓછું એમાં થયું નથી
સમાતા હતા સ્વાર્થ નયનો ને હૈયામાં, આજ મુક્ત એમાં રહ્યા નથી
ચઢાણ હતાં કપરાં ત્યારે, આજ કાંઈ સહેલાં એ બન્યાં નથી
ભક્તિ વિનાનાં દિલ ત્યારે ના હતાં, આજ ખાલી એ રહ્યાં નથી
વર્તન ને વાણીમાં હતાં અંતર ત્યારે, અંતર આજે એ ઘટયાં નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)