ક્યાંક તો કાંઈક તૂટે છે, કાંઈક કાંઈક તો બંધાય છે
ક્યાંક તો કોઈ આવે છે, ક્યાંક તો કોઈક તો જાય છે
છે ક્રમ જગમાં આ ચાલુ ને ચાલુ, એ ક્રમ ચાલતો ને ચાલતો જાય છે
ક્યારેક કોઈક પાસે આવી જાય છે, પાછું દૂર ને દૂર એ સરકી જાય છે
જીવનમાં હૈયામાં કોઈક ઊંડા એવા સમાય છે ના કાઢયા કઢાય છે
સુખદુઃખની ભરતી ઓટ વિનાનું, જીવન તો ના જીવાય છે
જીવનમાં એમાં જગમાં મુશ્કેલીએ સ્થિરતા જળવાય છે
કાલનો ધરમ ના પળાય છે, આપે શાંતિ એ જ ધરમ ગણાય છે
જીવનમાં હારેલો માનવી, પુરુષાર્થે પાછો ઊભો થાય છે
ડૂબ્યો જે નિરાશામાં ને હતાશામાં, વ્યર્થ જીવન એ ગુમાવી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)