સૃષ્ટિ તારી દઈ રહ્યું છે માડી, તારા તાલમાં તાલ
સકળ જગતના અણુ-અણુ ધબકી રહ્યા છે, છે તેમાં તારા પ્રાણ
વિશ્વના ગુંજનમાં ગુંજી રહ્યું છે સદાય તારું ગાન
સાગર ગુંજી રહ્યો છે, માડી કરીને સદા તારું ગંભીર ગાન
ઝરણાં ખળખળ વહી રહ્યાં છે, કરી અદ્દભુત તારું ગાન
પંખી કલરવ કરી રહ્યાં છે, જ્યાં જગને ભૂલીને ગાન
વીજ ઝબકારા કરે, ગગન દેતું સાથ, તેને દઈને તાલ
વાયુ વીંજણા વીંઝે, ઝાડપાન ડોલે થઈને ગુલતાન
સૃષ્ટિના અણુ-અણુમાં વ્યાપે, ઉલ્લાસે કરે તારું ગાન
એક તારો માનવ હુંકાર કરી નાચે, બનીને બેતાલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)