જીવન તો છે એક લાંબી મુસાફરી, મંઝિલ તરફ વધ આગળ
તું ચલ ચલે ચલ, તું ચલ ચલે ચલ, તું ચલ ચલે ચલ
હોય ભલે સાથ જીવનમાં ના કોઈનો, લગાવ અંતરને સાખી
આવે તોફાનો કે આવે અડચણો, ડગલાં ભર મંઝિલ તરફ
હિંમત ને ધીરજને બનાવી તારા સાથી, કાપ રસ્તા તો તારા–
છે શું નથી પાસે તારી, સદા રાખજે તો ચાલવાની તૈયારી –
છે મંઝિલ તારી પડશે ચાલવું તારે, રાખજે ચાલવાની તૈયારી
ના અધવચ્ચે રોકાજે તું રાખજે, નજરમાં સદા મંઝિલ તારી –
લાગે થાક, લેજે પળભરનો વિસામો, જાજે ના તું હિંમત હારી –
કોઈ હશે સાથે તારી, છે આ તો તારી ને તારી મુસાફરી –
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)