મને સુધારો, મને સુધારો,
તમારા વિના કહી શકું એવું બીજું કોઈ નથી
સુધારી સુધારી મને અપનાવો,
એવું કહી શકું એવું બીજું કોઈ નથી
સમાઈ નજરમાં, ના હટો નજરમાંથી,
એવું કહી શકું એવું બીજું કોઈ નથી
એક છીએ, એક બનાવો, રહે ના દિલમાં,
એવું કહી શકું, એવું બીજું કોઈ નથી
બનાવો દિલ ને પ્રેમસાગર, ડૂબાડી શકું તમને,
એવું કહી શકું, એવું બીજું કોઈ નથી
હશે હશે દાવા ઘણાના મુજ પર, કરી શકું દાવા તમારાં,
એવું કહી શકું, એવું બીજું કોઈ નથી
શું રાત કે શું દિવસ, સદા વસાવી શકું યાદમાં,
એવું કહી શકું, એવું બીજું કોઈ નથી
હજારો હશે પાસે, રાખો સહુને સમદૃષ્ટિથી,
એવું કહી શકું, એવું બીજું કોઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)