અંતરના અંધારાને તારી, સમજદારીનું અજવાળું મળી જાય
તો જીવનમાં સમજદારીનું સોનેરી પ્રભાત ઊગી જાય
દુઃખદર્દની દુનિયામાં ત્યાં નવો પ્રકાશ પથરાઈ જાય
દુઃખથી ઘેરાયેલી દિલની દુનિયામાં નવું કિરણ ફેલાઈ જાય
તૂટતી જીવનની તિરાડમાં એમાં તો ત્યાં તિરાડ પુરાઈ જાય
મનવાંછિત કામનાઓ પૂરી થાતી જાય, કામનાઓના આકાશમાં અજવાળું પથરાય
મારું-મારું છતાં નથી કાંઈ મારું, જો સાચી રીતે એ સમજાઈ જાય
સુખદુઃખ તો છે સંપત્તિ કર્મની, એ લેતું ને દેતું જાય, જો એ સમજાય
ધ્યાન ધારણા ના આવતો પ્રભુ, ધ્યાનમાં ને ધ્યાનમાં જો એ આવી જાય
સમતાની થાય કસોટી જીવનમાં, જો એમાં યથાવત્ પાર ઊતરાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)