ખુલ્લું જીવનમાં કહી શક્તા નથી, જીવન ખુલ્લું સહી શક્તા નથી
ખુલ્લેઆમ જીવ્યા જીવન, જીવન ખુલ્લું કરી શક્તા નથી
રહી જાય ડંખ ભલે છુપાવ્યાનો, જીવનને ખુલ્લું કરી શક્તા નથી
છુપાવ્યું જીવનને કંઈકે પડદામાં, પડદાઓ ચીરી શક્તા નથી
દંભ કહો કે એને આદત કહો, એ કર્યા વિના રહી શક્તા નથી
છે સત્ય પસંદ ભલે દિલને, જગમાં સત્યની રાહે ચાલી શક્તા નથી
લાગે ખોટું અન્યને, જગ કહેશે ખોટો ખુદને ખુલ્લું થવા દેતા નથી
આવા વાદળો પાછળ છુપાયો છે પ્રભુ, ક્ષણિક પ્રતીતિ બાંધ્યા વિના રહેતો નથી
કરવા છે દર્શન એક ચિત્ત, ચિત્ત ઉપર વાદળ વીંટળાયા વિના રહેતા નથી
પોતાના રચેલા પડદા, પોતે ચીર્યા વિના, એમાં કોઈ છૂટકો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)