રાતદિન માડી હું તડપતો રહ્યો
તોય મારી દયા તને કેમ ના આવી
ચિંતામાં સદા માડી હું જલતો રહ્યો
તોય મારી દયા તને કેમ ના આવી
મોહમાં સદા માડી હું અટવાતો રહ્યો
તોય મારી દયા તને કેમ ના આવી
રસ્તો ભૂલી માડી સદા હું ભટકતો રહ્યો
તોય મારી દયા તને કેમ ના આવી
આંખમાં આંસુ મારી સદા ઊભરાતાં રહ્યાં
તોય મારી દયા તને કેમ ના આવી
મુસીબતોથી માડી સદા હું ઘેરાતો રહ્યો
તોય મારી દયા તને કેમ ના આવી
અભિમાનમાં માડી સદા હું ડૂબતો રહ્યો
તોય મારી દયા તને કેમ ના આવી
લાલચમાં લપેટાઈ માડી સદા સંયમનું ખૂન કરતો રહ્યો
તોય મારી દયા તને કેમ ના આવી
નિરાશામાં લપેટાઈ માડી સદા ક્રોધનો શિકાર બનતો રહ્યો
તોય મારી દયા તને કેમ ના આવી
માયામાં ડૂબી માડી, મારી જાત હું ભૂલતો રહ્યો
તોય મારી દયા તને કેમ ના આવી
હવે તો દયા કર મારા ઉપર માડી
આખર તારા શરણમાં હું તો આવી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)