નથી મહોબ્બતની રાહ કાંટાથી ભરેલી, નથી કાંઈ ફુલોથી બિછાવેલી
દિલ બન્યું બેકાબૂ, ચાલ્યા રાહ પર એની, ચાવી દિલની અન્યને દીધી સોંપી
ઉઠ્યા તરંગો એમાં, લાગ્યા દિલને મીઠા, ઉઠે દિલમાં તો એની સૂરાવલી
રમે નયનોમાં મુખડું, હૈયામાં જે વસ્યું, ઝંખે દિલ સદા સંગત તો એની
દૂર કે પાસે નથી કોઈ એમાં, શ્વાસે શ્વાસમાં મળે તો જ્યાં ફોરમ એની
ચાહે નજર જોવા નજર તો એની, ચાહતની ચાહત ઊતરી દિલમાં જ્યાં ઊંડી
ઉઠે તડપન હૈયામાં તો એવી, બેચેની દિલની દે એમાં તો વધારી
નજરમાં સમાઈ મૂર્તિ જ્યાં એની ,દિલ ચાહે જોવા ખુદમાં તો મૂર્તિ એની
નજરમાં રહે ફરતીને ફરતી, રચી દુનિયા નવી, રાખી મધ્યમાં મૂર્તિ એની
દિલ જોતું ને જોતું રહે રાહ એની, આવે ક્યારે એવા મિલનની ઘડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)