દિલ તો ચાહે પ્યાર, પ્યાર પાછળ એ તો દોડે ને દોડે
પરાપૂર્વથી ચાલી છે આ પરંપરા, પ્યાર મળે તો ત્યાં દિલ દોડે
પ્યારની ખાતર જગમાં, દિલ કંઈક સાથે નાતા એ તો જોડે
મળે સફળતા કે મળે નિષ્ફળતા, દિલ તો પ્યારથી નાતો જોડે
હરેક ઇન્સાનના દિલમાં જ્યોત જલે પ્યારની, પ્યાર પાછળ એ દોડે
પ્યાર છે ખોરાક દિલનો, પ્યારની મંઝિલમાં દિલ એ દોડે
દિલ પુકારે જયાં દિલને ત્યાં દિવાનગીમાં દિલ તો દોડે
દિલ ચાહે દિલનો સંગમ, ના બીજુ કાંઈ એ ચાહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)