એવું એ કોણ હતું, હતું અજાણ્યું રહેતા રહેતા બન્યું એ જાણીતું
હતી મુસાફરી લાંબી રહી સાથેને સાથે, રહ્યું તોયે એ અજાણ્યું
એના તેજને તેજે, જીવનમાં જાણકારીનું બિંદુ જીવન પામ્યું
મળી થોડી જ્યાં એની જાણકારી, અહંનું બિંદુ હવે કેમ પ્રગટયું
મળી ભલે છીંછરી ઓળખ એની તને, સાચી ઓળખાણથી વંચિત રહ્યું
મહોબ્બતનું બિંદુ જ્યાં એમાં પ્રગટયું, આવરણ મારનું ઊભું થયું
હર કોશિશોમાં મારાપણું હતું, સાથે હોવા છતાં ના નીરખ્યું હતું
ખુદને ખુદમાં ક્યાં છુપાયુ હતું, અસ્તિત્વ મારું તો એની મૂડી હતું
જગમાં આવન જાવન કર્યા કરવું હતું, આવાગમનથી ના એ થાક્યું હતું
એકલ જગમાં એ પ્રવેશ્યું હતું, મળી જગમાં સહુને ત્યજી સહુને જાવાનું હતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)