જગમાં ફર્યો બધે માડી, તોય અંતર મારું ઠર્યું નહીં
મૂર્તિ તારી નજરમાં પડી, હૈયે એવી એ તો સમાઈ ગઈ
માયામાં અટવાઈ ફર્યો ઘણો, થાક ક્યાંય ઊતર્યો નહીં
શરણમાં આવતાં માડી તારા, થાક મારો રહ્યો નહીં
દિલ દર્દનું દીવાનું બન્યું, એની દવા ક્યાંય મળી નહીં
તારા પ્રેમનો કટોરો પીધો, હવે દવાની જરૂર રહી નહીં
પ્રેમના પાગલપણામાં નાચતો રહ્યો, અવગણના થાતી રહી
તેં પાગલપણું મારું સ્વીકાર્યું, દુનિયાની પરવા રહી નહીં
તારાં દર્શનની એક પળ માટે, જિંદગીની હરપળ ખર્ચાઈ ગઈ
એ એક પળ મળતાં, હરપળ મારી ધન્ય બની ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)