Hymn No. 499 | Date: 11-Aug-1986
|
|
Text Size |
 |
 |
વાગી રે, વાગી રે, વાગી રે
Vagi Re, Vagi Re, Vagi Re
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
વાગી રે, વાગી રે, વાગી રે, માડી, તારી પ્રેમકટારી હૈયામાં વાગી રે ભુલાવી, ભુલાવી, સંસારનું ભાન ભુલાવી રે માડી, તારી પ્રેમકટારી હૈયામાં વાગી રે ખોવાયો, ખોવાયો, તારા પ્રેમમાં ખોવાયો રે માડી, તારી પ્રેમકટારી હૈયામાં વાગી રે જગાવ્યું, જગાવ્યું, હૈયામાં દર્દ બહુ જગાવ્યું રે માડી, તારી પ્રેમકટારી હૈયામાં વાગી રે દૃષ્ટિ બદલાવી, બદલાવી, જીવનની દૃષ્ટિ બદલાવી રે માડી, તારી પ્રેમકટારી હૈયામાં વાગી રે ખૂલ્યા, ખૂલ્યા, હૈયાના દ્વાર ખૂલ્યા રે માડી, તારી પ્રેમકટારી હૈયામાં વાગી રે ભુલાવી, ભુલાવી, હૈયેથી માયાનો રસ ભુલાવી રે માડી, તારી પ્રેમકટારી હૈયામાં વાગી રે ડુબાવી, ડુબાવી દીધોં તારા ભાવમાં ડુબાવી રે માડી, તારી પ્રેમકટારી હૈયામાં વાગી રે જગાવી, જગાવી, તારા દર્શનની પ્યાસ જગાવી રે માડી, તારી પ્રેમકટારી હૈયામાં વાગી રે સુઝાડી, સુઝાડી, દેજે તારી રાહ સુઝાડી રે માડી, તારી પ્રેમકટારી હૈયામાં વાગી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|