મળી છે નજર જગતમાં જોવાને જ્યારે, જોઈ હાલ બેહાલ અન્યના તું ચેતી જાજે
જોયા હાલ બેહાલ લોભમાં અન્યના તો જ્યારે, જીવનમાં તું લોભથી તું ચેતી જાજે
થાશે હાલ તારા ભી એવા રે લોભમાં, જીવનમાં એટલું તો તું સમજી રે જાજે
જોયા હાલ બેહાલ અન્યના ક્રોધમાં, જીવનમાં તો તેં જ્યારે, જીવનમાં એમાં તો તું ચેતી જાજે
થાશે હાલ ભી તારા તો એવા રે ક્રોધમાં, જીવનમાં એટલું તો તું સમજી રે જાજે
જોયા શંકાકુશંકા એમાં થાતા, હાલ બેહાલ કંઈકના તો જીવનમાં, એમાં તો તું ચેતી જાજે
થાશે હાલ શંકાકુશંકાઓમાં તો એવા રે તારા, જીવનમાં એટલું તો તું સમજી રે લેજે
જોયા હાલબેહાલ અન્યના ઇર્ષ્યામાં, અન્યના જીવનમાં તો જ્યારે, એમાં તું ચેતી જાજે
થાશે હાલબેહાલ ઇર્ષ્યામાં ભી એવા તો તારા, જીવનમાં એટલું તો તું સમજી રે લેજે
જોયા હાલબેહાલ અહંને અભિમાનમાં જીવનમાં અન્યના તો જ્યારે, જીવનમાં એમાં તું ચેતી રે જાજે
થાશે હાલબેહાલ તારા ભી અહંને અભિમાનમાં તો એવા રે, જીવનમાં એટલું તો તું સમજી રે લેજે
લેવા હોય ફાયદા જીવનના તો, જીવનમાં તારે તો જ્યારે, વિકારથી જાતને તું બચાવી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)