કરવી ના હતી રે કોઈ ઇચ્છા રે જીવનમાં, ઇચ્છાઓને ઇચ્છાઓ તો થાતી રહી
ઇચ્છાઓના ઢગ કરી બેઠો રે જીવનમાં, સમજ જીવનમાં એની તો ના પડી
છોડવી છે ઇચ્છા જીવનમાં તોયે, જીવન ઇચ્છાઓને આધીન બનતી રહી
લટકતી રહી કંઈક ઇચ્છાઓ રે જીવનમાં, જીવનને એમાં એ લટકાવતી રહી
કદી તો મહેચ્છા, કદી તો સદ્ઇચ્છા, કદી તો વિકૃત ઇચ્છાઓ તો થાતી રહી
અટકી ના ધારા, એની રે જીવનમાં, જીવનમાં રે એ તો થાતી ને થાતી રહી
કદી ઇચ્છાઓમાં તો લોભ વસ્યો, કદી લાલચ વસી, એ તો થાતી રહી
કદી ઇચ્છાઓ અપેક્ષામાં બદલાતી રહી, પણ એ તો થાતી ને થાતી રહી
પ્રભુ દર્શનની જાગી જ્યાં તીવ્ર ઇચ્છા, બીજી ઇચ્છાઓ ત્યાં ઘટતી રહી
પ્રભુ ચરણમાં સોંપી જ્યાં ઇચ્છાઓ બધી, ઇચ્છાઓ ધીરે ધીરે ઘટતી રહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)