આવ્યો જગમાં તું તો તેવો જાશે, જગમાંથી શું તું એવો ને એવો
લઈ શું આવ્યો, લઈ શું જાશે, પડશે વિચાર જીવનમાં એનો તો કરવો
મેળવવાનું છે જગમાં જીવનમાં તો જે, જીવનમાં એને તો મેળવો
અહં, ક્રોધ ને અન્ય એવી ચીજનો, ખોટો કેફ, હૈયે તો ના ચડવા દેવો
અન્યની મહાનતા કે અન્યના ગુણોનો, સ્વીકાર જીવનમાં તો કરી લેવો
જીવન છે જ્યાં જગમાં, હાથમાં તારા, જગમાં ઉપયોગ એનો તો કરી લેવો
મળે બળ જીવનમાં જીવનને તો જે જે, રાહ જીવનમાં એવી અપનાવો
શક્તિ બહારની કરતો ના રમત જગમાં, કરતો ના ખોટો શક્તિના દાવો
જીવન તો છે મમતાભર્યો હાથ પ્રભુનો, મહાણી લો એનો લહાવો
માયામાં રહેશો જો ફસાતા ને ફસતા, મળશે તને ભવોભવનો ચકરાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)